સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝ પર અમારું નિયંત્રણ, ઇરાનનો કોઈ એક્સક્લુઝન ઝોન નથી: અમેરિકા

હોર્મુઝ પર અમારું નિયંત્રણ, ઇરાનનો કોઈ એક્સક્લુઝન ઝોન નથી: અમેરિકા

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સામુદ્રધુની પર તેનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઇરાનનો કોઈ એક્સક્લુઝન ઝોન નથી. અમેરિકી નૌસેનાએ હોર્મુઝમાંથી સુરંગો દૂર કરી દીધી છે અને નોન-ઇરાની બંદરો પર ટેન્કર ટ્રાફિક વધ્યો છે.

અમેરિકા ઇરાનની ઓઇલ નિકાસને અટકાવવા માટે તેના બંદરોની ઘેરાબંધી કરી રહ્યું છે, જેથી તેને આર્થિક ફટકો મળી શકે. સોમવારે અમેરિકાએ જણાવ્યું કે ૯૪ કોમર્શિયલ જહાજોને રીડાયરેક્ટ કરવામાં આવ્યા છે અને ત્રણને અસમર્થ બનાવી દેવાયા છે.

ટ્રમ્પ તંત્રે ઇરાનના હવાઈ ઉદ્યોગ પર પ્રતિબંધ લગાવ્યા છે, જેમાં ૨૪થી વધુ કોમર્શિયલ અને પ્રાઇવેટ એરલાઇન્સ તથા વિદેશી કાર્ગો સર્વિસ પ્રોવાઇડરો સામેલ છે. ઇરાનની આર્થિક લાઇફલાઇન ખતમ કરવા માટે આ પગલું લેવાયું છે.

અમેરિકાના નાણાપ્રધાને ધમકી આપી છે કે ઇરાની એરલાઇન્સ સાથે કારોબાર કરનાર કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકાશે અને તેઓ વૈશ્વિક નાણાકીય સિસ્ટમથી કપાઈ જશે. આ પહેલા ટ્રમ્પ તંત્રએ ઇરાનના એવિયેશન સેક્ટરને સમર્થન આપતા ૩૬ એકમો પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇરાને દાવો કર્યો છે કે તેની બેલિસ્ટિક મિસાઇલની સુધારેલી ક્ષમતા પ્રતિકારનો નવો સિદ્ધાંત સ્થાપિત કરે છે, જેમાં હુમલો થાય તે પહેલા વળતો જવાબ આપવાની ક્ષમતા છે. ઇરાની અધિકારીઓએ કાસીમ બશીર મિસાઇલનો ઉલ્લેખ કર્યો છે, જેની રેન્જ ઓછામાં ઓછી ૧,૨૦૦ કિ.મી. હોવાનું મનાય છે.

ઇઝરાયેલી અખબારના અહેવાલ મુજબ, યુએઈએ ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાના ગણતરીના દિવસો પહેલા ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુને હમાસના કાવતરાની જાણ કરી હતી, પરંતુ નેતન્યાહુએ તેને ગંભીરતાથી લીધું ન હતું. તેમને ગાઝાપટ્ટીમાંથી હુમલાની અપેક્ષા ન હતી.