સત્ય. સાહસ. સંકલ્પ.

UPI ID જાણીને ખાતું ખાલી થઈ શકે? નિષ્ણાતો પાસેથી જાણો સાચી હકીકત

UPI ID જાણીને ખાતું ખાલી થઈ શકે? નિષ્ણાતો પાસેથી જાણો સાચી હકીકત

આજકાલ ડેટા લીક થવાના સમાચાર સામાન્ય બની ગયા છે. બેંકિંગ કે ઓનલાઇન પેમેન્ટ એપનો ડેટા ચોરાય તો તમારું UPI ID પણ કોઈના હાથમાં આવી શકે છે. આવા સમાચાર સાંભળીને લોકોના મનમાં ડર બેસી જાય છે કે ક્યાંક તેમનું બેંક એકાઉન્ટ ખાલી ન થઈ જાય. પરંતુ નિષ્ણાતોના મતે આ બહુ ચિંતા કરવા જેવી બાબત નથી.

UPI ID એ તમારા બેંક એકાઉન્ટ નંબર જેવું જ છે. જેમ ઓનલાઇન પેમેન્ટ મેળવવા માટે તમારે ખાતા નંબર, IFSC કોડ વગેરે આપવી પડે, તે જ રીતે UPI ID પણ શેર કરવા માટે જ બનાવવામાં આવી છે. ઇમેઇલ મોકલવા માટે ઇમેઇલ એડ્રેસ આપવો પડે તેવી જ વાત છે. તેથી UPI ID શેર કરવાથી કે તે લીક થવાથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાતા નથી. UPI પિન વગર કોઈ પણ વ્યક્તિ તમારા ખાતામાંથી રકમ લઈ શકતું નથી.

હા, હેકર્સ તમારી અન્ય માહિતી એકઠી કરીને દુરુપયોગ કરી શકે છે. પહેલા ઠગ UPI ID મળ્યા પછી 'કલેક્ટ રિકવેસ્ટ' મોકલી શકતા હતા. જો તમે તેને એપ્રૂવ કરી દો અને UPI પિન નાખો તો ખાતામાંથી પૈસા ચાલ્યા જાય. પરંતુ હવે આવી વ્યક્તિગત રિકવેસ્ટ પર પ્રતિબંધ આવી ગયો છે, જેથી જોખમ ઘટ્યું છે. તો પણ સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ અજાણી રિકવેસ્ટ એપ્રૂવ કરતા પહેલા બે વાર વિચારો અને ક્યારેય UPI પિન શેર કરશો નહીં.