સત્ય. સાહસ. સંકલ્પ.

આ અઠવાવિયે 9 નવા IPO: 5 મેઇનબોર્ડ અને 4 SME, જાણો GMP અને પ્રાઇસ બેન્ડ

આ અઠવાવિયે 9 નવા IPO: 5 મેઇનબોર્ડ અને 4 SME, જાણો GMP અને પ્રાઇસ બેન્ડ

શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો માટે આવતું અઠવાડિયું મહત્વનું છે. 26 ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં 9 કંપનીઓ પોતાના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) લઈને આવી રહી છે. આમાંથી 5 કંપનીઓ મેઇનબોર્ડ સેગમેન્ટની છે, જ્યારે 4 કંપનીઓ SME સેગમેન્ટની છે.

મેઇનબોર્ડ સેગમેન્ટની 5 કંપનીઓ મળીને બજારમાંથી અંદાજે રૂ. 2,600 કરોડ એકઠા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ કંપનીઓમાં EAAA ઈન્ડિયા અલ્ટરનેટિવ્સ, SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ, BLS પોલિમર્સ, MK સન્સ ફાઇન જ્વેલ્સ અને બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સનો સમાવેશ થાય છે.

ચાલો જાણીએ આ તમામ IPOની ઓપનિંગ તારીખ, પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) વિશે.

1. EAAA ઈન્ડિયા અલ્ટરનેટિવ્સ IPO: આ IPO સોમવાર, 26 ઓક્ટોબર 2026થી ખુલશે અને 28 ઓક્ટોબર સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપનીએ શેર દીઠ રૂ. 1,585થી રૂ. 1,665ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. હાલમાં ગ્રે માર્કેટમાં તે રૂ. 45ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

2. SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ IPO: કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરતી આ કંપનીનો IPO મંગળવાર, 27 ઓક્ટોબરથી શરૂ થઈને ગુરુવાર, 29 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 13થી રૂ. 330 છે અને GMP રૂ. 32 ચાલી રહ્યો છે.

3. BLS પોલિમર્સ IPO: પ્લાસ્ટિક અને પોલિમર ઘટકો બનાવતી આ કંપનીનો IPO પણ 27 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારો 29 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકશે. શેરની કિંમત રૂ. 142થી રૂ. 150 વચ્ચે નક્કી કરવામાં આવી છે.

4. MK સન્સ ફાઇન જ્વેલ્સ IPO: જ્વેલરી રિટેલ ક્ષેત્રની આ કંપનીનો IPO બુધવાર, 28 ઓક્ટોબરે ખુલશે અને 30 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. 153થી રૂ. 162 છે, જ્યારે GMP રૂ. 7 છે.

5. બોમ્બે કોટેડ એન્ડ સ્પેશિયલ સ્ટીલ્સ IPO: સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયેલી આ કંપનીનો IPO ગુરુવાર, 29 ઓક્ટોબરે ખુલશે. રોકાણની અંતિમ તારીખ 2 નવેમ્બર છે. પ્રાઇસ બેન્ડ રૂ. 78થી રૂ. 82 છે અને GMP રૂ. 8 છે.

મેઇનબોર્ડ ઉપરાંત, SME સેગમેન્ટમાં પણ 4 કંપનીઓ IPO લાવી રહી છે. જેમાં વિસ્કોન ઈન્ડસ્ટ્રીઝ, અજવા પ્રોજેક્ટ્સ, કાર્વર રોબોવેલ્ડ અને અંટાલા ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ IPO 26થી 30 ઓક્ટોબર દરમિયાન ખુલશે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ IPO કે શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાત આર્થિક સલાહકારની સલાહ લો. અમે રોકાણની કોઈ ભલામણ કરતા નથી.