સત્ય. સાહસ. સંકલ્પ.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પટેલ નિમાયા

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પટેલ નિમાયા

પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નિવૃત IAS અધિકારી અને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

નવા પ્રમુખની સાથે અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સભ્યોની વરણી થઈ છે. જેમાં બાબુભાઈ પટેલને પ્રથમ ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે, જ્યારે મૌલેશભાઈ ઉકાણીને બીજા ઉપપ્રમુખ તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મુકેશભાઈ પટેલને સંસ્થાનના માનદ મંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

નવા નિમાયેલા પ્રમુખ એમ.એસ. પટેલ પૂર્વ સિવિલ સર્વન્ટ હોવાની સાથે વિશાળ વહીવટી ક્ષમતા, તેમજ રાજકીય અને સામાજિક અનુભવ ધરાવે છે. તેમના નેતૃત્વ હેઠળ ઊંઝા ઉમિયા ધામ આવતા દર્શનાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા, સામાજિક-શૈક્ષણિક પ્રવૃતિઓને વેગ આપવા અને સંસ્થાનના વહીવટને વધુ પારદર્શક બનાવવા પર ભાર મુકાશે તેવી અપેક્ષા છે.