સત્ય. સાહસ. સંકલ્પ.

457 વર્ષ જૂનો નકશો બદલાયો: UNમાં 164 દેશોએ નવા નકશાને ટેકો આપ્યો, અમેરિકા એકલું પડ્યું

457 વર્ષ જૂનો નકશો બદલાયો: UNમાં 164 દેશોએ નવા નકશાને ટેકો આપ્યો, અમેરિકા એકલું પડ્યું

સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નવા નકશા માટે મતદાન થયું. આ મતદાનમાં 164 દેશોએ નવા નકશાને સમર્થન આપ્યું, જ્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ રહ્યો જેણે આ ફેરફારનો વિરોધ કર્યો. છ દેશો મતદાનથી દૂર રહ્યા. ભારતે પણ નવા નકશાની તરફેણમાં મત આપ્યો.

આ નવો નકશો 'ઈક્વલ અર્થ પ્રોજેક્શન' તરીકે ઓળખાય છે, જે દેશોને તેમના વાસ્તવિક ક્ષેત્રફળ પ્રમાણે દર્શાવે છે. હાલમાં વપરાતો નકશો ૧૫૬૯માં ગેરાર્ડસ મર્કેટર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં યુરોપ અને ઉત્તર અમેરિકાને તેમના ક્ષેત્રફળ કરતાં મોટા દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે આફ્રિકા અને દક્ષિણ એશિયાને નાના બતાવવામાં આવ્યા હતા.

નવા નકશામાં આફ્રિકા તેના વાસ્તવિક કદમાં દેખાશે, જે ગ્રીનલેન્ડ કરતાં લગભગ ૧૪ ગણું મોટું છે. જૂના નકશામાં બંનેને સમાન કદના દર્શાવવામાં આવ્યા હતા. ઉત્તર અમેરિકા અને યુરોપ હવે તેમના વાસ્તવિક કદ કરતાં નાના દેખાશે, જ્યારે રશિયા આફ્રિકા કરતાં નાનું દેખાશે. ભારત જેવા દક્ષિણ એશિયાઈ દેશો પણ હવે વધુ યથાર્થ રીતે દેખાશે.

આ ફેરફારથી વાસ્તવિક જમીન, સરહદો અથવા દેશોના ક્ષેત્રફળમાં કોઈ બદલાવ નહીં આવે, પરંતુ નકશા દ્વારા દેશોના કદની સાચી સમજ મળશે. આફ્રિકી દેશો લાંબા સમયથી આ ફેરફારની માગ કરી રહ્યા હતા, કારણ કે જૂના નકશામાં તેમને અવાસ્તવિક રીતે નાના દર્શાવવામાં આવતા હતા.

આ ઘટનાને વૈશ્વિક રાજકારણમાં અમેરિકાના વર્ચસ્વના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. અમેરિકા વૈશ્વિક મંચ પર એકલું પડી ગયું છે, જે ઘણા નિરીક્ષકોને લાગે છે કે તે લોકતંત્રની જીત છે અને દાદાગીરીનો અંત છે.