કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાધારકો માટે UMANG એપ હવે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ સરળ બનાવી રહી છે. આ એપ દ્વારા UAN જનરેટ કરવાથી લઈને પાસબુક ડાઉનલોડ કરવા સુધીનાં કામો હવે ઘરે બેઠા કરી શકાય છે. વારંવાર EPFO કચેરીના ચક્કર ન લગાવવા પડે.
UMANG એપમાં UAN ન ધરાવતા કર્મચારીઓ માટે નવું UAN જનરેટ કરવાની સુવિધા છે. આ માટે 'UAN Allotment and Activation' વિકલ્પ પસંદ કરીને આધાર નંબર અને તેની સાથે લિંક મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. OTP વેરિફિકેશન બાદ જો આધાર પહેલેથી UAN સાથે જોડાયેલો ન હોય, તો ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. સફળ ફેસ સ્કેન બાદ નવું UAN જનરેટ થશે અને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
જે કર્મચારીઓ પાસે UAN છે પરંતુ તે એક્ટિવ નથી, તેઓ 'UAN Activation' વિકલ્પથી તેને એક્ટિવેટ કરી શકે છે. UAN, આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કર્યા બાદ OTP વેરિફિકેશન અને ત્યારબાદ યુઆઈડીએઆઈ (UIDAI) API દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવે છે. સફળતા બાદ UAN એક્ટિવ થઈ જશે અને ટેમ્પરરી પાસવર્ડ SMS પર મળશે.
જેમનું UAN પહેલેથી એક્ટિવ છે તેઓ પણ 'Face Authentication of Already Activated UAN' વિકલ્પથી ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. આમ કરવાથી EPFO રેકોર્ડમાં આધાર અને મોબાઇલ નંબર જેવી વિગતો અપડેટ થાય છે.
UMANG એપ દ્વારા EPF બેલેન્સ અને પાસબુક પણ જોઈ શકાય છે. ખાતામાં કેટલું PF જમા થયું છે અને ખાતાની વિગતો શું છે તે મોબાઇલ પરથી મેળવી શકાય છે. આ ઉપરાંત ક્લેમ સ્ટેટસ ચેક કરવા માટે પણ ઓફિસ જવાની જરૂર નથી. કર્મચારી પોતાના EPF ક્લેમની સ્થિતિ ઓનલાઇન જાણી શકે છે.
UMANG એપ પર EPFO ખાતાધારકો માટે મુખ્યત્વે પાંચ સેવાઓ ઉપલબ્ધ છે: UAN Allotment (નવું UAN બનાવવું), UAN Activation (UAN એક્ટિવેટ કરવું), Face Authentication (આધાર આધારિત ચહેરો ચકાસણી), EPF Services (બેલેન્સ અને પાસબુક), અને Claim & KYC Services (ક્લેમ સ્ટેટસ અને KYC અપડેટ). આ સેવાઓનો લાભ લેવા માટે માન્ય આધાર નંબર અને આધાર સાથે લિંક મોબાઇલ નંબર જરૂરી છે. ફેસ ઓથેન્ટિકેશન માટે Aadhaar Face RD એપ પણ જરૂરી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સુવિધાઓ વિશે સોશિયલ મીડિયા X પર માહિતી આપી છે. નવા અને હાલના બંને કર્મચારીઓ આ સેવાઓનો લાભ લઈ શકે છે.