સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનનું ઇન્ટરનેટ ધીમું કરવા પાછળ અમેરિકન સરકારનો હાથ? ભૂતપૂર્વ અધિકારીઓનો ઘટસ્ફોટ

યુક્રેનનું ઇન્ટરનેટ ધીમું કરવા પાછળ અમેરિકન સરકારનો હાથ? ભૂતપૂર્વ અધિકારીઓનો ઘટસ્ફોટ

વોશિંગ્ટન: યુક્રેનમાં સ્ટારલિંક ઇન્ટરનેટ ધીમું પડવા પાછળ અમેરિકન સરકારનો હાથ હોવાનું ભૂતપૂર્વ અધિકારીઓએ કબૂલ્યું છે. આ ઘટસ્ફોટથી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે. મસ્કે પણ જણાવ્યું છે કે સ્ટારલિંક પરનો અંતિમ નિર્ણય અમેરિકન સરકાર જ લે છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરિયાદ કરી હતી કે યુક્રેનને મળતું સ્ટારલિંકનું એક્સેસ ધીમું પડી ગયું હોવાથી રશિયા પર ડ્રોન હુમલા થઈ શકતા નથી. અમેરિકન સરકારે આ આરોપોને સત્તાવાર રીતે નકાર્યા હતા, પરંતુ મસ્કે પહેલા જણાવ્યું હતું કે સ્ટારશિલ્ડ અંગેનો કોઈપણ નિર્ણય અમેરિકન સરકાર જ લે છે. હવે સરકારના જ ભૂતપૂર્વ અધિકારીઓની આ કબૂલાતથી ચર્ચા વધી છે.

અમેરિકાના છ ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેન જ નહીં, ઇરાન સુધી અમેરિકન સરકારે તેના નીતિગત ધ્યેયો સિદ્ધ કરવા સ્ટારલિંકને ચાલુ પણ કરાવ્યું છે અને બંધ પણ કરાવ્યું છે. આવું ટ્રમ્પ જ નહીં, અગાઉ બાઇડેનના શાસનમાં પણ થયું છે.

ચાર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાઇડેન તંત્રએ સ્પેસએક્સને યમન અને લેબનોનમાં ઇરાન સમર્થિત આતંકીઓને પૂરી પડાતી પ્રોક્સી સેવા બંધ કરવા જણાવ્યું હતું. જ્યારે ઇરાનમાં વોશિંગ્ટન ઇચ્છતું હતું કે સરકાર વિરોધી દેખાવકારોને સ્ટારલિંકનું એક્સેસ મળે, જેથી દેખાવને વધુ પ્રોત્સાહન મળે.

બાઇડેનના શાસનના અધિકારીઓ માનતા હતા કે હુથી અને હિઝબુલ્લાહ ડાઇવર્ટેડ ટર્મિનલ્સનો ઉપયોગ કરતા હતા, જે તેમની પાસે વચેટિયાઓ દ્વારા પહોંચતું હતું. ઇન્ટેલિજન્સે ઓક્ટોબર ૨૦૨૩માં વ્હાઇટ હાઉસને જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ સાથે જોડાણ ધરાવતી વ્યક્તિએ દક્ષિણ લેબનોનમાં ચાલતા યુદ્ધ દરમિયાન સ્ટારલિંક ટર્મિનલ મેળવ્યું છે.

પાંચ ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦૨૪માં તેમણે હુથીઓ અંગે આવો જ ભય વ્યક્ત કર્યો હતો. કેટલાક કેસોમાં અમેરિકન તંત્રએ સ્પેસએક્સને સ્પષ્ટ જણાવ્યું છે કે તે આ પ્રકારના ટર્મિનલો ઓળખી કાઢે અને બંધ કરી દે. આમાના કેટલાક ડીએક્ટિવેટ પણ કરાયા હતા, એમ બે અધિકારીઓએ જણાવ્યું હતું.

જ્યારે ટ્રમ્પ તંત્રએ જૂન ૨૦૨૫માં ઇરાન પર હુમલા કર્યા પછી ઇરાનમાં સ્ટારલિંકને એક્ટિવ કરવા પર ચર્ચા કરી હતી અને ફરીથી ફેબ્રુઆરી ૨૦૨૬માં તેને સક્રિય કરવા ચર્ચા કરી હતી. જો કે ક્યારેય જાહેરમાં તે વાતને સમર્થન આપવામાં આવ્યું નથી કે ઇરાનમાં ટર્મિનલ ચાલુ કરવામાં આવ્યા હતા. વોલસ્ટ્રીટ જર્નલે ફેબ્રુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે અમેરિકન સરકારે હજારો સ્ટારલિંક ઇરાનમાં મોકલ્યા હતા.

મસ્ક સત્તાવાર રીતે કહી ચૂક્યા છે કે સ્ટારશીલ્ડ સિસ્ટમની માલિકી અને અંકુશ અમેરિકન સરકારનો છે. તેની લિમિટ યુએસ મિલિટરી એટલે કે અમેરિકન પ્રમુખ જ નક્કી કરે છે. તાજેતરમાં જ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલો વિવાદ દર્શાવે છે કે ટ્રમ્પ હવે ઝેલેન્સ્કીથી દૂર જવાનો નિર્ણય કરી ચૂક્યા લાગે છે.

મસ્ક આ પહેલા પણ યુક્રેનમાં સ્ટારલિંકનો ઉપયોગ મર્યાદિત કરવાનું પગલું લઈ ચૂક્યા છે. ૨૦૨૨માં સ્પેસએક્સે યુક્રેન જ્યારે તેને...