સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેને મોસ્કો પર 650થી વધુ ડ્રોન છોડ્યા, ઇંધણ ડેપો ખાતે આગ, બેના મોત

યુક્રેને મોસ્કો પર 650થી વધુ ડ્રોન છોડ્યા, ઇંધણ ડેપો ખાતે આગ, બેના મોત

કીવ/મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર મોટા પ્રમાણમાં ડ્રોન હુમલો કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, યુક્રેને 900 જેટલા ડ્રોન છોડ્યા હતા, જેમાં મોસ્કોમાં પેટ્રોલ-ડીઝલના ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારે આગ લાગી હતી અને બે લોકોના મોત થયા હતા.

મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને જણાવ્યું હતું કે યુક્રેને સોમવારથી મંગળવાર વચ્ચે મોસ્કો પ્રાંત પર આશરે 650 ડ્રોન છોડ્યા હતા, જેમાંથી મોટાભાગનાનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક મીડિયાના દાવા મુજબ, કેટલાક ડ્રોન મોસ્કો સુધી પહોંચીને ઇંધણના ડેપો પર ત્રાટક્યા હતા.

રશિયાએ જવાબી કાર્યવાહીમાં યુક્રેનના પુલોને નિશાન બનાવ્યા છે. ઝેપોરિઝિયા શહેરમાં ડીનીપ્રો નદી પરના અનેક બ્રિજો પર હુમલા કરવામાં આવ્યા, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. રહેણાંક ઇમારતોને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

યુક્રેન છેલ્લા કેટલાક સમયથી રશિયાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી શકે તેવા ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ મોસ્કોને ટાર્ગેટ કરીને એક હજાર જેટલા ડ્રોન છોડવામાં આવ્યા હતા. યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાની રિફાઇનરીની 51 ટકા ક્ષમતા નિષ્ક્રિય કરી નાખી છે. રશિયા યુક્રેનના બંદરો પર શિપિંગ અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે અને માર્શલ આઇસલેન્ડ પર એક કારગો શિપ પર હુમલો કર્યો હતો.