બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ સ્પાય-કોમેડી ફિલ્મની ટેગલાઈન છે, “દેશભક્તિ તો યાદ હૈ… પર દેશ નહીં.” ટ્રેલર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યું છે.
ફિલ્મનું નિર્દેશન આકાશ કૌશિકે કર્યું છે. વાર્તા પાકિસ્તાની જાસૂસ બિલાલની આસપાસ ફરે છે, જેનું પાત્ર આયુષ્માન ખુરાના ભજવે છે. એક ધમાકા બાદ બિલાલની યાદશક્તિ ચાલી જાય છે અને તેને લાગે છે કે તે ભારતનો કાઉન્ટર-ટેરરિઝમ ઓફિસર છે. આ ભૂલને કારણે ફિલ્મમાં ધમાલ, કન્ફ્યુઝન, એક્શન અને કોમેડી જોવા મળે છે.
સારા અલી ખાન ફિલ્મમાં CTS ઓફિસરના રોલમાં છે. ‘પતિ પત્ની ઓર વો 2’ પછી બંને કલાકારો ફરી એકસાથે જોવા મળશે. ફિલ્મમાં રાહુલ બોસ, સુપ્રિયા પિલગાવંકર, બ્રિજેન્દ્ર કાલા, રામ કપૂર, સુહૈલ નૈયર અને ગુલશન ગ્રોવર પણ મહત્વના પાત્રોમાં છે.
આ ફિલ્મ દિવંગત અભિનેતા મુકુલ દેવની છેલ્લી સ્ક્રીન એપીયરન્સ હશે. તેમનું મે 2025માં નિધન થયું હતું. ‘ઉડતા તીર’ 9 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.