બોલિવૂડ અભિનેતા આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની આગામી સ્પાય-કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' ચર્ચામાં છે. ફિલ્મ 23 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે સમાચાર છે કે નેપાળમાં તેને જાહેર પ્રદર્શન માટે મંજૂરી મળી નથી.
નેપાળના સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે ફિલ્મના નિર્માતાઓ અને વિતરકોને લેખિતમાં જાણ કરી છે કે ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવી છે. નેપાળના કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે ફિલ્મની સમીક્ષા કર્યા બાદ તેને દેશના સિનેમા કાયદાની એક જોગવાઈનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ નિર્ણયને પગલે નેપાળમાં ફિલ્મ હાલ જાહેરમાં રજૂ થઈ શકશે નહીં. ફિલ્મના ટ્રેલરને મળેલી લોકપ્રિયતા વચ્ચે આ પ્રતિબંધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારત-પાકિસ્તાન વાર્તા પર આધારિત આ ફિલ્મની ભારતમાં રિલીઝ પર અસર થશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા નથી.