સત્ય. સાહસ. સંકલ્પ.

ઉધમપુરના બ્રટ્ટલમાં સેનાની મોટી કાર્યવાહી, બે આતંકવાદી ઠાર

ઉધમપુરના બ્રટ્ટલમાં સેનાની મોટી કાર્યવાહી, બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બ્રટ્ટલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રતિકૂળ હવામાન, દુર્ગમ ભૂપ્રદેશ અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં આ આતંકવાદ-વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ જણાવ્યું છે કે ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી અને વિસ્તારમાં સર્ચ તથા સર્વેલન્સ ચાલુ છે.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતી મળી હતી કે ઉધમપુરના બ્રત્ટલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. ત્યારબાદ આ વિસ્તારમાં લક્ષિત આર્મી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં વ્હાઇટ નાઇટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. હવામાન ખરાબ હોવાની સાથે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ પડકારજનક હતી. ઓછી વિઝિબિલિટી હોવા છતાં સુરક્ષા દળોએ કાર્યવાહી આગળ ધપાવી હતી.

ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સ્થાનિક રિપોર્ટો અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારૂગોળો પુષ્કળ પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠન સાથે જોડાયેલા હતા તે અંગે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર થઈ નથી.

સુરક્ષા દળોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારમાં અન્ય કોઈ ખતરાની હાજરી તપાસવા માટે સતત સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોએ કડક નજર રાખી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2026માં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 15 આતંકવાદીઓ ઠાર થયા છે, જ્યારે 2 સુરક્ષાકર્મીઓએ શહાદત વહોરી છે. એટલું જ નહીં, 3 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.