સત્ય. સાહસ. સંકલ્પ.

UNમાં તૂર્કિયેએ ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જાણો તેની પાછળનાં ત્રણ કારણો

UNમાં તૂર્કિયેએ ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જાણો તેની પાછળનાં ત્રણ કારણો

ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર સહિત દક્ષિણ એશિયાના તમામ વિવાદો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર હેઠળ વાટાઘાટો દ્વારા ઉકેલવા જોઈએ. 2019થી અત્યાર સુધીમાં 8 વર્ષમાં તેમણે 7 વખત આ મંચ પરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.

તૂર્કિયે વારંવાર આવું કેમ કરે છે? વિદેશ બાબતોના નિષ્ણાતો તેની પાછળ ત્રણ મુખ્ય કારણો જણાવે છે.

1. પાકિસ્તાન સાથેની ગાઢ મિત્રતા

1947માં પાકિસ્તાન બન્યું ત્યારે તેને સૌથી પહેલા માન્યતા આપનારો દેશ તૂર્કિયે હતો. તૂર્કિયેએ યુએનમાં પાકિસ્તાનના સભ્યપદને પણ ટેકો આપ્યો હતો. બંને દેશો વચ્ચે હથિયારોનો વેપાર થાય છે. તેઓ સાથે મળીને લડાક ડ્રોન, નૌકાદળના જહાજો અને પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ (KAAN) પણ બનાવી રહ્યા છે. મે 2025માં ઓપરેશન સિંદૂર વખતે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ત્યારે તૂર્કિયેએ પાકિસ્તાનને ડ્રોન અને લશ્કરી સલાહકારો પૂરા પાડ્યા હતા. એટલું જ નહીં, તૂર્કિયેએ અમેરિકાને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતમાં અપાચે હેલિકોપ્ટર ઉડાડવાની મંજૂરી પણ આપી ન હતી.

2. મુસ્લિમ દેશોના નેતા બનવાની ઈચ્છા

એર્દોગન પોતાને જૂના ઓટ્ટોમન સામ્રાજ્યના વારસદાર માને છે અને સમગ્ર મુસ્લિમ વિશ્વના નેતા બનવા માંગે છે. આ માટે તેઓ પેલેસ્ટાઇન, રોહિંગ્યા અને કાશ્મીર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલે છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા શક્તિશાળી દેશોથી અલગ દેખાવા માટે તેઓ પાકિસ્તાન, મલેશિયા અને કતાર સાથે નવી જોડાણ રચી રહ્યા છે. ઓગસ્ટ 2026માં સાઉદી, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર થયો અને તેના થોડા જ અઠવાડિયા પછી એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, જે દર્શાવે છે કે તેઓ ભારતનો વિરોધ કરીને આ નવા લશ્કરી જોડાણનો ફાયદો ઉઠાવવા માંગે છે.

3. તૂર્કિયેનું સ્થાનિક રાજકારણ અને વોટ બેંક

એર્દોગનની પાર્ટી AKP (એડાલેટ વે કલ્કિન્મા પાર્ટિસી એટલે કે જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી)ની મોટી વોટ બેંક ધાર્મિક વિચારધારા ધરાવે છે. જ્યારે પણ તૂર્કિયેના અર્થતંત્ર પર દબાણ વધે છે કે સ્થાનિક સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે એર્દોગન કાશ્મીર જેવા મુદ્દા ઉઠાવીને પોતાના સમર્થકોને ખુશ કરવાનો અને વૈશ્વિક નેતા દેખાવાનો પ્રયાસ કરે છે.

તો પછી 2024માં કેમ કંઈ ન બોલ્યા?

એર્દોગને 2019 પછી માત્ર વર્ષ 2024માં UNGAમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તે સમયે તૂર્કિયે BRICS સંગઠનમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને ભારતને નારાજ કરવા માંગતું ન હતું. આનો સીધો અર્થ એ છે કે જ્યારે તૂર્કિયેને પોતાના આર્થિક ફાયદા દેખાય છે, ત્યારે તે ચૂપ રહે છે.

2019ના વિવાદ વખતે ભારતે આપેલો જડબાતોડ જવાબ

2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી, ત્યારે એર્દોગને સૌથી વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે ત્યાં 80 લાખ લોકો નાકાબંધીમાં જીવી રહ્યા છે અને 72 વર્ષથી...