સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ઈરાનની ઇન્ટરનેટ કેબલ કાપવાની ધમકી

ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ઈરાનની ઇન્ટરનેટ કેબલ કાપવાની ધમકી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ એક સૈન્ય કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરી છે. ફ્લોરિડામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે અમેરિકા ઈરાન સામે વધુ એક મોટું સૈન્ય ઓપરેશન કરી શકે છે. આ નિવેદનથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

જવાબમાં ઈરાને ધમકી આપી છે કે જો તેમના દેશ પર ફરી હુમલો થશે તો તેઓ પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટ નીચે પાથરેલી મહત્વપૂર્ણ ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવશે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમની પાસે આ કેબલ્સ સુધી પહોંચવાના સાધનો છે અને તેઓ હોર્મુઝ સ્ટ્રેટ નીચેની 7 મુખ્ય ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડી શકે છે.

આ કેબલ્સ વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો વહન કરે છે. જો તેને નુકસાન થાય તો વિશ્વભરમાં ઇન્ટરનેટની ઝડપ ધીમી પડી શકે છે અને ઓનલાઇન બિઝનેસ, ક્લાઉડ સેવાઓ તથા નાણાકીય વ્યવહારો પર અસર પડી શકે છે. ઉપરાંત, ગલ્ફ દેશોએ AI અને ડેટા સેન્ટર્સ જેવા ટેકનોલોજી ક્ષેત્રમાં કરેલા મોટા રોકાણ પર પણ ખતરો છે. યુદ્ધની સ્થિતિમાં સમુદ્રમાં કેબલ્સનું રિપેરિંગ મુશ્કેલ બનશે.

ફ્રાન્સ અને તૂર્કિયે સહિત ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે નવી સૈન્ય કાર્યવાહીથી ઓઈલના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. તેમણે વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે.