સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનો ફરી નોબેલ શાંતિ પુરસ્કારનો દાવો: 'મેં 8 યુદ્ધોનો ઉકેલ લાવ્યો'

ટ્રમ્પનો ફરી નોબેલ શાંતિ પુરસ્કારનો દાવો: 'મેં 8 યુદ્ધોનો ઉકેલ લાવ્યો'

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, 'મેં આઠ જેટલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ લાવવાનું કામ કર્યું છે, જે અત્યાર સુધી કોઈ અન્ય પ્રમુખે નથી કર્યું. આ કોઈ બડાઈ નથી, પણ વાસ્તવિક હકીકત છે.' તેમણે ટૂંક સમયમાં વધુ એક મોટી સફળતા મળવાનો સંકેત પણ આપ્યો છે.

ટ્રમ્પ અગાઉ પણ ઘણી વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કરી ચૂક્યા છે અને પોતાના ડિપ્લોમેટિક રેકોર્ડને આ પુરસ્કાર માટે લાયક ગણાવતા રહ્યા છે. જો કે, ફેક્ટ-ચેકર્સે તેમના આ દાવાઓને વારંવાર પડકાર્યા છે. ફેક્ટ-ચેકર્સનું માનવું છે કે ટ્રમ્પ જે વિવાદો અને સંઘર્ષોનો ઉકેલ લાવ્યા હોવાનો દાવો કરે છે, તેમાંથી ઘણા ઔપચારિક યુદ્ધો નહોતા અને તેમાં અમેરિકાની ભૂમિકા પણ અલગ-અલગ પ્રકારની રહી હતી.

આ ઉપરાંત, રશિયાના સાઇબેરિયામાં એક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતી 28 વર્ષીય લેબ વર્કરનું ન્યુમોનિયાથી મોત થયું છે. આ ઘટના બાદ તેના સંપર્કમાં આવેલા આશરે 200 લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ કોઈ બાયોવેપન (જૈવિક હથિયાર) છે, ત્યારે તેમણે કહ્યું, 'અમે ટૂંક સમયમાં જ આ બાબતની સચોટ માહિતી મેળવી લઈશું. હાલ અમને એવું લાગતું નથી કે આ કોઈ બાયોવેપન છે.'