સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે ઈરાન મુદ્દે ઉગ્ર દલીલ, ફોન પર બંનેે ઊંચા અવાજે વાત કરી

ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે ઈરાન મુદ્દે ઉગ્ર દલીલ, ફોન પર બંનેે ઊંચા અવાજે વાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે ઈરાનને લઈને મતભેદ વધ્યા છે. ઈઝરાયલી મીડિયા યનેટના અહેવાલ મુજબ 8 નવેમ્બરે બંને નેતાઓ વચ્ચે ફોન પર ઉગ્ર દલીલ થઈ હતી અને બંનેે એકબીજા પર બૂમો પાડી હતી. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આ અહેવાલને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં કોઈ ટકરાવ થયો નથી.

નેતન્યાહૂ ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે અમેરિકા પર દબાણ લાવી રહ્યા છે, જ્યારે ટ્રમ્પ આ માટે તૈયાર નથી. ટાઈમ્સ ઑફ ઇઝરાયલના અહેવાલ મુજબ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને ઈરાન સાથેની વાતચીત આગળ વધારવાની જવાબદારી સોંપી છે. એક વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીએ બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થયાની પુષ્ટિ કરી છે.

નેતન્યાહૂ ઈરાનની સરકાર બદલવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેનાથી ઊભા થતા ખતરાને ખતમ કરવા માટે ત્યાંની વર્તમાન સરકારને હટાવવી જરૂરી છે. મંગળવારે ઈઝરાયલી સંસદને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ઈરાન ફરીથી પરમાણુ ખતરો ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “અસ્તિત્વના આ ખતરાને હંમેશા માટે ખતમ કરવાનો એકમાત્ર રસ્તો આયાતુલ્લાહ સરકારને સત્તા પરથી હટાવવાનો છે.” નેતન્યાહૂ 10 નવેમ્બરે નવી સંસદના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા હતા.

બીજી તરફ, ટ્રમ્પ હાલમાં ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાના પક્ષમાં નથી. તેઓ આર્થિક પ્રતિબંધો અને દબાણ દ્વારા ઈરાન સાથેની વાતચીતમાં પોતાની શરતો મનાવવા માગે છે. રવિવારે CBSના કાર્યક્રમ '60 મિનિટ્સ'માં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ શરૂ કરશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે તેમને આવું કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. ફાઇનાન્શિયલ ટાઇમ્સે પણ તાજેતરમાં પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે નેતન્યાહૂ ટ્રમ્પને દરરોજ ફોન કરી રહ્યા છે, જેથી તેઓ ઈરાન વિરુદ્ધ ફરી એકવાર પૂરી તાકાતથી યુદ્ધ શરૂ કરવા માટે તેમને મનાવી શકે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની મંજૂરી નહીં આપે.

આ પહેલા જૂન 2026માં પણ બંને નેતાઓ વચ્ચે ફોન પર લગભગ 15 મિનિટ વાતચીત થઈ હતી. તે દરમિયાન ટ્રમ્પ લેબનોનમાં ઈઝરાયલના હુમલા વધારવાથી નારાજ હતા. તેમને ડર હતો કે તેનાથી ઈરાન સાથે અમેરિકાની શાંતિ વાટાઘાટો તૂટી શકે છે. અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિયોસ મુજબ, ટ્રમ્પે ગુસ્સામાં નેતન્યાહૂને ‘પાગલ’ કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેઓ મદદ ન કરત, તો નેતન્યાહૂ જેલમાં હોત. 3 જૂને ટ્રમ્પે પોડકાસ્ટમાં આ વાતચીતની પુષ્ટિ કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ નેતન્યાહૂને પસંદ કરે છે અને બંનેના સંબંધો સારા છે. બીજી તરફ, નેતન્યાહૂએ કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે ક્યારેક વ્યૂહરચાને લઈને મતભેદો હોય છે, પરંતુ તેમના લક્ષ્યો એક જ છે. આ વિવાદ જાહેર થવાથી ઈઝરાયલમાં નેતન્યાહૂની રાજકીય છબીને નુકસાન થયું હતું.

ઈરાન પર હુમલાથી નેતન્યાહૂને શું ફાયદો થઈ શકે છે? પરમાણુ કાર્યક્રમને રોકવો: નેતન્યાહૂ ઇચ્છે છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા હાંસલ ન કરી શકે. ફરીથી કરવામાં આવતા હુમલામાં પરમાણુ ઠેકાણાંને નિશાન બનાવી શકાય. ઈરાનની સરકાર પર દબાણ વધારવું: નેતન્યાહૂ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમનું લક્ષ્ય ઈરાનની વર્તમાન સરકારને સત્તા પરથી હટાવવાનું છે. હુમલાઓ દ્વારા તેઓ ઈરાનની સૈન્ય અને સરકારી વ્યવસ્થાને નબળી પાડવા માગે છે. જોકે, જાણકારોનું કહેવું છે કે માત્ર હવાઈ હુમલાઓથી સરકારને પાડવી સરળ નથી. ઈઝરાયલમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવી: યુદ્ધ દરમિયાન નેતન્યાહૂ પોતાને દેશની સુરક્ષા માટે કડક પગલાં લેનારા નેતા તરીકે રજૂ કરવા માગે છે. આ ઉપરાંત, યુદ્ધનું વાતાવરણ યથાવત્ રહેતાં વિપક્ષી પક્ષો પર પણ તેમની સાથે આવવાનું દબાણ પડી શકે છે. અમેરિકાને સાથે જાળવી રાખવું: નેતન્યાહૂ ઇચ્છે છે કે અમેરિકા...