સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પની ચેતવણી: ચૂંટણી પછી ઈરાન પર હુમલાની શક્યતા, ખાડીમાં યુદ્ધ લંબાવવાની ભીતિ

ટ્રમ્પની ચેતવણી: ચૂંટણી પછી ઈરાન પર હુમલાની શક્યતા, ખાડીમાં યુદ્ધ લંબાવવાની ભીતિ

ન્યૂયોર્ક: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે મધ્યપૂર્વમાં અમેરિકા-ઈરાન તણાવ ડિસેમ્બરના અંત સુધી ચાલુ રહી શકે છે. તેમણે મિડ-ટર્મ ચૂંટણી પછી ઈરાન પર ફરી બોમ્બિંગ શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, જેનાથી વિસ્તારમાં યુદ્ધ વધુ ભીષણ બનવાની શક્યતા છે.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈરાને 7 દિવસના યુદ્ધવિરામની દરખાસ્ત કરી હતી, જે ટ્રમ્પે ફગાવી દીધી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રમુખે તેમના સલાહકારોને કહ્યું છે કે નવેમ્બરમાં ચૂંટણી પૂરી થતાં જ તેઓ ઈરાન પર હુમલા ફરી શરૂ કરવા માગે છે.

યુએન મહાસભામાં 22 સપ્ટેમ્બરે ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 'મારે નિર્ણય લેવાનો છે કે ઈરાનને મધ્યપૂર્વનો મહાન દેશ બનાવવો કે ઈસ્લામિક રિપબ્લિકને ખતમ કરવું. પરંતુ આ નિર્ણય હું ચૂંટણી પછી લેવા માગું છું.'

ઈરાને યુએનમાં જણાવ્યું હતું કે તેણે અમેરિકા સમક્ષ યોજના રજૂ કરી છે, જેમાં 7 દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેઇટ ખોલવામાં આવશે અને વાટાઘાટો ફરી શરૂ થશે. જૂનમાં પણ આવા સમજૂતી થયા હતા.

આ દરમિયાન સાઉદી અરેબિયાએ હુથીઓ દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલને આંતરીને હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.