સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પનો દાવો: ચૂંટણી બાદ ઈરાન સાથેનું યુદ્ધ થશે ખતમ, ગેસના ભાવ નીચા આવવાની આશા

ટ્રમ્પનો દાવો: ચૂંટણી બાદ ઈરાન સાથેનું યુદ્ધ થશે ખતમ, ગેસના ભાવ નીચા આવવાની આશા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને દુનિયાના દેશો પણ આ યુદ્ધનો અંત ઈચ્છે છે.

શુક્રવારે ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેનો સંઘર્ષ જલદી સમાપ્ત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન આવવા દેવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુદ્ધ પૂરું થયા પછી ગેસના ભાવ ફરી પહેલા જેવા અથવા તેનાથી પણ ઓછા થઈ જશે.

ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પછી આ સંઘર્ષ લાંબો સમય ચાલશે નહીં અને તેહરાન યુદ્ધ ચાલુ રાખી શકશે નહીં.

ટ્રમ્પે તેહરાન પર અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના મતે ઈરાન ઈચ્છે છે કે અમેરિકામાં નબળા નેતાઓ સત્તામાં આવે, જેથી તેમને પરમાણુ હથિયાર બનાવવાની છૂટ મળે. તેમણે ચેતવણી આપી કે ઈરાન પાસે પરમાણુ હથિયાર આવ્યું તો આખી દુનિયા મુશ્કેલીમાં મુકાશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે ટ્રમ્પે કહ્યું, 'મને અપેક્ષા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. બંને નેતાઓ વચ્ચે સારા સંબંધો રહ્યા છે અને આ મુલાકાત સારી રહેશે.'

ચીન સાથેના વ્યાપાર અને ટેરિફ અંગે તેમણે કહ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ લગાવી રહ્યું છે, જેથી અમેરિકાને નુકસાન થાય છે. ચીનની જાસૂસીના સવાલ પર ટ્રમ્પે હસતાં હસતાં કહ્યું કે કદાચ તેઓ જાસૂસી કરતા હશે, પણ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.