સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રેન મુસાફરી પહેલાં સ્ટેટસ ચકાસજો: ઝારસુગુડા અને ઉત્રાણ કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત

ટ્રેન મુસાફરી પહેલાં સ્ટેટસ ચકાસજો: ઝારસુગુડા અને ઉત્રાણ કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત

દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝન હેઠળ ઝારસુગુડા પેસેન્જર યાર્ડમાં રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગની કામગીરી થવાની છે. આ કામને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી લાંબા અંતરની ચાર ટ્રેનોના ચોક્કસ ફેરા રદ કરવામાં આવ્યા છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, 12949 પોરબંદર–સાંતરાગાછી એક્સપ્રેસ, 12950 સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ, 22905 ઓખા–શાલીમાર એક્સપ્રેસ અને 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસના નિર્ધારિત ફેરા રદ રહેશે. 12949 પોરબંદર–સાંતરાગાછી એક્સપ્રેસ 11 ડિસેમ્બરે, 12950 સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ 13 ડિસેમ્બરે, 22905 ઓખા–શાલીમાર એક્સપ્રેસ 13 ડિસેમ્બરે અને 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસ 15 ડિસેમ્બરે રદ રહેશે.

આ ઉપરાંત, ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાના યાર્ડ રિમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI)ના કામને કારણે 13 ઓક્ટોબર સુધી ટ્રેનોનું સંચાલન ખોરવાશે. આ કામગીરી દરમિયાન સુરત-વડોદરા સેક્શનની કેટલીક ટ્રેનોને અલગ-અલગ દિવસોમાં નિયંત્રિત કરવામાં આવશે અથવા મોડી દોડાવવામાં આવશે.

રેલવેની વિગતો મુજબ, ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ 8, 9 અને 13 ઓક્ટોબરે સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત અનેક લાંબા અંતરની ટ્રેનોને 10 મિનિટથી લઈને અઢી કલાક સુધી નિયંત્રિત કરવામાં આવશે.

8 ઓક્ટોબરે ઉત્રાણ ખાતે સવારે 11.50થી બપોરે 1.50 વાગ્યા સુધી ટ્રાફિક રેગ્યુલેશન રહેશે. આ દિવસે ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ રદ રહેશે, જ્યારે નીચેની ટ્રેનોને મોડી દોડાવવામાં આવશે: 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ, 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સ્પેશિયલ 1 કલાક 10 મિનિટ, 12912 હરિદ્વાર–વલસાડ એક્સપ્રેસ 1 કલાક 5 મિનિટ, 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 5 મિનિટ, 22717 રાજકોટ–સિકંદરાબાદ એક્સપ્રેસ 50 મિનિટ અને 12656 ચેન્નાઈ સેન્ટ્રલ–અમદાવાદ ટ્રેનને 40 મિનિટ મોડી દોડાવવામાં આવશે.

9 ઓક્ટોબરે પણ સવારે 11.50થી બપોરે 1.50 વાગ્યા સુધી ટ્રાફિક રેગ્યુલેશન રહેશે અને ટ્રેન નંબર 69198 ભરૂચ–સુરત મેમૂ રદ રહેશે. આ દિવસે અસરગ્રસ્ત ટ્રેનોમાં 02199 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી–બાંદ્રા ટર્મિનસ 1 કલાક 40 મિનિટ, 22918 હરિદ્વાર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ, 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક, 19568 ઓખા–તુતીકોરિન એક્સપ્રેસ 45 મિનિટ અને 12656 ચેન્નાઈ સેન્ટ્રલ–અમદાવાદ ટ્રેનને પણ 40 મિનિટ મોડી દોડાવવામાં આવશે.

રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ટિકિટ બુક કરતા પહેલાં અથવા મુસાફરી પહેલાં ટ્રેનનું અપડેટેડ સ્ટેટસ તપાસી લે, જેથી કોઈ અગવડ ન પડે.