સત્ય. સાહસ. સંકલ્પ.

ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, જાણો નવા ફીચર્સ

ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, જાણો નવા ફીચર્સ

ટોયોટા કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની લોકપ્રિય પ્રીમિયમ MPV ઇનોવા હાઇક્રોસનું નવું અપડેટેડ મોડલ રજૂ કર્યું છે. આ ફેસલિફ્ટ મોડલ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પણ લોન્ચ થવાની ધારણા છે. દેખાવમાં નવી કાર હાલના મોડલ જેવી જ લાગે છે, પરંતુ કંપનીએ તેના કેબિન અને ફીચર્સમાં ઘણા ફેરફારો કર્યા છે.

નવી ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં સૌથી મોટું અપગ્રેડ ઇન્ટિરિયરમાં જોવા મળે છે. કારમાં હવે 12.3 ઇંચની નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે આકર્ષક લેઆઉટ સાથે આવે છે. આ ઉપરાંત ડ્રાઇવર માટે 12.3 ઇંચનો ફુલ-TFT ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. કેબિનની અપહોલ્સ્ટ્રી અને કલર થીમમાં પણ ફેરફારની શક્યતા છે.

આરામની દૃષ્ટિએ બીજી હરોળની કેપ્ટન સીટ્સ હવે ઓટોમેટિક થશે, જેથી મુસાફરો એક બટન દબાવીને સીટ એડજસ્ટ કરી શકશે. વધુમાં, પાછળના ટેલગેટમાં કિક સેન્સર ઉમેરાયું છે, જેના દ્વારા પગ હલાવીને ડિક્કી ખોલી શકાશે.

એન્જિન વિકલ્પોમાં 2.0 લિટર પેટ્રોલ અને 2.0 લિટર પેટ્રોલ-ઇલેક્ટ્રિક સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન સામેલ રહેશે. ભારતમાં હાઇબ્રિડ વેરિઅન્ટ સૌથી વધુ લોકપ્રિય છે, અને નવા ફ્લેક્સ-ફ્યુઅલ વેરિઅન્ટનો વિકલ્પ પણ મળી શકે છે.

ભારતમાં લોન્ચ થનારું મોડલ ઇન્ડોનેશિયાના વેરિઅન્ટ કરતાં થોડું અલગ હોઈ શકે છે, જેમાં વધુ ક્રોમ એલિમેન્ટ્સ અને આક્રમક એક્સટીરિયર સ્ટાઇલિંગની ધારણા છે. ટોયોટા ટૂંક સમયમાં સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરી શકે છે. આ MPV મહિન્દ્રા સહિતના સેગમેન્ટની અન્ય કારને ટક્કર આપવા તૈયાર છે.