ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન તિલક વર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને રોમાંચક જીત અપાવી હતી. પરંતુ બેટિંગ પહેલા તેણે ફિલ્ડિંગમાં પણ ચમક દાખવી હતી. તેણે આ મેચમાં બે શાનદાર કેચ પકડ્યા હતા.
આ બે કેચ સાથે તિલક વર્માએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં તેનો બીજો કેચ વર્ષ 2026માં T20 ક્રિકેટમાં તેનો 26મો કેચ હતો. 26 કેચ સાથે તિલક વર્મા એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર બન્યો છે.
તેણે ઇન્ડોનેશિયાના ડેનિલસન હાવોને પાછળ છોડી દીધો છે, જેણે 2025માં 25 કેચનો રેકોર્ડ બનાવ્યો હતો. તિલક વર્મા દરેક પોઝિશન પર ફિલ્ડિંગ કરવા સક્ષમ છે અને તેની કેચિંગ ક્ષમતા પણ શાનદાર છે. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તિલક વર્મા પરિસ્થિતિને અનુરૂપ બેટિંગ કરે છે અને દરેક ક્રમે રન બનાવે છે.