સત્ય. સાહસ. સંકલ્પ.

ધુરંધરની ટીકા કરતાં તિગ્માંશુ ધૂલિયાનો વીડિયો વાયરલ

ધુરંધરની ટીકા કરતાં તિગ્માંશુ ધૂલિયાનો વીડિયો વાયરલ

બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ સીરિઝ ‘ધુરંધર’ને લઈને ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા ચાલી રહી છે. કરોડોની કમાણી છતાં આ સીરિઝને કેટલાક નામી ડિરેક્ટરો વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે.

હવે આ યાદીમાં પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા પણ જોડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘ધુરંધર’ની વાર્તાને નબળી ગણાવી રહ્યા છે. આ વીડિયો કદાચ કોઈ સેમિનારનો છે, જ્યાં તેમને બોલવા બોલાવવામાં આવ્યા હતા.

વીડિયોમાં તિગ્માંશુ ધૂલિયા કહે છે, “આખા સમાજમાં ઇસ્લામોફોબિયા ફેલાયેલું છે અને બોલિવૂડ પણ તેનાથી પ્રભાવિત છે.” તેઓ ‘ધુરંધર’ની સફળતા પર વ્યંગ કરતાં કહે છે, “એક સ્પાય પાકિસ્તાન જાય છે અને બધું તબાહ કરી નાખે છે... આ શું છે?” તેમના મતે આવી વાર્તાઓ સમસ્યારૂપ છે.

આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક વપરાશકર્તાઓએ તેમને ટેકો આપ્યો છે, તો કેટલાકે તેમની ટીકા પણ કરી છે. હજુ સુધી આદિત્ય ધર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.