સત્ય. સાહસ. સંકલ્પ.

ટાઇગર શ્રોફના હાથ પર કાચના ટુકડાઓથી થયેલા ઘાના નિશાન, ટીમે કહ્યું 'ગોડ ઇઝ કાઇન્ડ'

ટાઇગર શ્રોફના હાથ પર કાચના ટુકડાઓથી થયેલા ઘાના નિશાન, ટીમે કહ્યું 'ગોડ ઇઝ કાઇન્ડ'

અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહૂ વિસ્તારમાં થયેલા ગોળીબાર બાદ તેમની ઈજાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટાઇગરના જમણા હાથ પર કાચના ટુકડાઓથી થયેલા ઘાના લાલ નિશાન સ્પષ્ટ જોઈ શકાય છે. ટાઇગરની ટીમે આ વીડિયોને કૅપ્શન આપ્યું છે - 'ગોડ ઇઝ કાઇન્ડ' (ભગવાન દયાળુ છે).

ગયા મહિને 18 ઓક્ટોબરે ટાઇગર ફૂટબોલ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જુહૂમાં તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટાઇગરને ગોળી વાગી નહોતી, પરંતુ કારની બારીનો કાચ તૂટવાથી તેમને ઈજા થઈ હતી. જોકે, તેમના ડ્રાઇવર અને એક ચાહકને ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા.

ઘટના બાદ ટાઇગરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચે તેમને બોડીગાર્ડ તહેનાત કર્યા છે, તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હરિયાણાના 7, ઉત્તર પ્રદેશની બે મહિલાઓ અને બિહારના એક યુવકનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ હુમલા પહેલાં મુંબઈ નજીક ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી અને અંધેરીની એક હોટલમાં પણ મિસફાયર થયું હતું. હથિયારો અમૃતસરથી ટ્રેન મારફતે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમણે અગાઉ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અક્ષય કુમારની રેકી કરી હતી, પરંતુ સુરક્ષા વધુ હોવાથી યોજના બદલી નાખી હતી.

દિલ્હીમાં ઝડપાયેલા ચાર આરોપીઓને મુંબઈની અદાલતે 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. હુમલાના માત્ર બે દિવસ બાદ, 20 ઓક્ટોબરે ટાઇગર પોતાની આગામી ફિલ્મ 'લગ જા ગલે'ના શૂટિંગ પર પરત ફર્યા હતા. આ ફિલ્મમાં તેઓ પહેલીવાર જાહ્નવી કપૂર અને લક્ષ્ય સાથે જોવા મળશે.