અભિનેતા ટાઈગર શ્રોફના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શૂટર ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ મુંબઈથી દિલ્હી જઈ રહેલી પૂણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી પકડાયા છે. ધરપકડ બાદ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
એવું પણ સામે આવ્યું છે કે હુમલા પહેલાં આરોપીઓએ ટાઈગર શ્રોફના ઘરની રેકી કરી હતી. ત્યારબાદ તેઓએ સુરત થઈને નેપાળ ભાગવાની યોજના બનાવી હોવાનું સૂત્રો જણાવે છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.