શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ જાપાન માટે રવાના થઈ ગઈ છે. ટીમે નવી દિલ્હીમાંથી ફ્લાઈટ લીધી છે. ટીમ પહેલા જાપાનની ક્રિકેટ ટીમ સાથે 22 સપ્ટેમ્બરે એક ટી20 મેચ રમશે. ત્યાર બાદ નાગોયા ખાતે 28 સપ્ટેમ્બરથી શરૂ થતી એશિયન ગેમ્સ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
જાપાન પ્રવાસ માટે ટીમમાં ત્રણ વધારાના બોલરો સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર રાસિખ સલામ ડાર, મહારાષ્ટ્રના વિકી ઓસ્ટવાલ અને ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને નેટ બોલર તરીકે ટીમ સાથે જાપાન લઈ જવામાં આવ્યા છે. આ ત્રણેય બોલરો મુખ્ય સ્કવોડનો ભાગ બનશે નહીં, પરંતુ પ્રેક્ટિસ માટે ટીમ સાથે રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેતા પહેલા જાપાન સામે એક ટી20 મેચ રમીને તૈયારી કરશે.