સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા પંચ ઓગસ્ટ 2026માં દેશની સૌથી વધુ વેચાતી કાર, મારુતિને પછાડ્યું

ટાટા પંચ ઓગસ્ટ 2026માં દેશની સૌથી વધુ વેચાતી કાર, મારુતિને પછાડ્યું

ભારતીય કાર બજારમાં ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે. એક સમયે નાની હેચબેક કારનું વર્ચસ્વ હતું, પરંતુ હવે એસયૂવી અને માઈક્રો-એસયૂવી વાહનો વધુ પસંદ કરાય છે. ઓગસ્ટ 2026ના વેચાણના આંકડા પ્રમાણે, ટાટા મોટર્સની ટાટા પંચ દેશની સૌથી વધુ વેચાતી કાર બની છે. તેણે મારુતિ સુઝુકીના તમામ લોકપ્રિય મોડેલોને પાછળ છોડી દીધા છે.

ટાટા પંચના વેચાણમાં ૯૯ ટકાનો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટ 2026માં આ કારના ૨૧,૩૨૦ યુનિટ વેચાયા છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ૧૦,૭૦૪ યુનિટ વેચાયા હતા. આ રીતે વાર્ષિક ધોરણે વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે.

ટોચના પાં� સૌથી વધુ વેચાતા વાહનોની યાદીમાં ટાટા પંચ પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે મારુતિ સુઝુકી વેગન આર છે, જેના ૨૦,૧૮૦ યુનિટ વેચાયા છે. ત્રીજા ક્રમે મારુતિ સ્વિફ્ટ છે, જેના ૧૯,૮૩૨ યુનિટ વેચાયા છે. ચોથા ક્રમે મારુતિ ફ્રાંક્સ છે, જેના ૧૮,૭૩૦ યુનિટ વેચાયા છે. પાંચમા ક્રમે મારુતિ એર્ટિગા છે, જેના ૧૮,૫૧૬ યુનિટ વેચાયા છે.

ટાટા પંચની સફળતા પાછળ ઘણા કારણો છે. કંપનીએ પેટ્રોલ, ટર્બો-પેટ્રોલ, સીએનજી અને ઇલેક્ટ્રિક વિકલ્પો આપ્યા છે, જેના કારણે અલગ-અલગ બજેટના ગ્રાહકો તેને પસંદ કરે છે. આ ઉપરાંત, સલામતીના ઊંચા ધોરણો અને મજબૂત બોડી બિલ્ડ પણ તેની લોકપ્રિયતાનું કારણ છે.

હવે દેશનું બજાર એસયૂવી તરફ વળ્યું છે, જે ગ્રાહકોની બદલાતી પસંદગી દર્શાવે છે.