સત્ય. સાહસ. સંકલ્પ.

ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કારો પર તહેવારોમાં ભારે છૂટ, ₹3.35 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કારો પર તહેવારોમાં ભારે છૂટ, ₹3.35 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ વધતાં ઓટોમોબાઈલ કંપનીઓ ઈવી પર આકર્ષક ઓફરો આપી રહી છે. તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ટાટા મોટર્સે તેની ઈલેક્ટ્રિક કારો પર ₹3.35 લાખ સુધીની કુલ છૂટ જાહેર કરી છે. જો તમે આ દિવસોમાં ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ માહિતી ઉપયોગી થઈ શકે છે.

ટાટા હેરિયર ઈવી પર આ મહિને ₹2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ખાસ કરીને ફિયરલેસ પ્લસ અને એમપાવર્ડ ટ્રિમ્સ પર સૌથી વધુ લાભ આપવામાં આવી રહ્યો છે. એડવેન્ચર ટ્રિમ પર પણ લગભગ ₹2.50 લાખ સુધીની બચત થઈ શકે છે.

ટાટા કર્વ ઈવીના કેટલાક પસંદગીના અને જૂના સ્ટોકવાળા વેરિઅન્ટ્સ પર ₹3.35 લાખ સુધીની છૂટ મળી રહી છે. આમાં ગ્રીન બોનસ તેમજ એક્સચેન્જ કે સ્ક્રેપેજના ફાયદા સામેલ છે. જોકે નવા સિરીઝ એક્સ વેરિઅન્ટ્સ પર ઓફર મર્યાદિત હોઈ શકે છે.

હેરિયર અને કર્વ ઉપરાંત ટાટા પંચ ઈવી અને ટિયાગો ઈવીના જૂના સ્ટોકવાળા વેરિઅન્ટ્સ પર ₹1.45 લાખ સુધીની કુલ છૂટ આપી રહી છે. આ ઓફર લોંગ રેન્જ અને મીડિયમ રેન્જ બંને વેરિઅન્ટ્સને લાગુ પડે છે. ઓછા બજેટમાં ભરોસાપાત્ર ઈલેક્ટ્રિક કાર ખરીદવા માંગતા લોકો માટે આ જૂની ઈન્વેન્ટરી યોગ્ય વિકલ્પ બની શકે છે.

આ ઓફરો દરેક શહેર, ડીલરશિપ પાસેના સ્ટોક, વેરિઅન્ટ અને રાજ્યના ટેક્સ નિયમો મુજબ અલગ-અલગ હોઈ શકે છે. તેથી ખરીદીનો નિર્ણય લેતા પહેલા નજીકના અધિકૃત ટાટા મોટર્સ શોરૂમ પર જઈને ઓફરની સચોટ માહિતી મેળવવી જરૂરી છે. સાથે બેંક લોન અને ઈન્શ્યોરન્સ સંબંધિત ફાયદાઓની પણ તપાસ કરી લેવી જોઈએ, જેથી તહેવારોની સીઝનમાં યોગ્ય કિંમતે પસંદગીની ઈવી ઘરે લાવી શકાય.