ટાટા મોટર્સે પોતાની લોકપ્રિય એસયુવી કર્વની નવી રેન્જ 'કર્વ સિરીઝ X' લૉન્ચ કરી છે. આ નવી રેન્જ હાલના સ્ટાન્ડર્ડ વર્ઝનની જગ્યાએ આવશે. કંપનીનો દાવો છે કે નવી રેન્જમાં ગ્રાહકોને વધુ સારી કિંમત અને સુવિધાઓ મળશે.
કર્વ સિરીઝ X 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: સ્માર્ટ X, પ્યોર X, પ્યોર X પ્લસ, ક્રિએટિવ X પ્લસ, એકમ્પ્લિશ્ડ X અને એકમ્પ્લિશ્ડ X પ્લસ. ગ્રાહકો 5 રંગોમાં પસંદગી કરી શકે છે: પ્રિસ્ટિન વ્હાઇટ, પ્યોર ગ્રે, નાઇટ્રો ક્રિમસન, ઓપેરા બ્લૂ અને ઓબ્સીડિયન બ્લેક.
કિંમતની વાત કરીએ તો, કર્વ સિરીઝ Xની શરૂઆતી કિંમત 9.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જે સ્માર્ટ X વેરિઅન્ટ માટે છે. પ્યોર X વેરિઅન્ટ 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ-એન્ડ એકમ્પ્લિશ્ડ X પ્લસની કિંમત 18.50 લાખ રૂપિયા છે, જ્યારે તેના ડાર્ક એડિશનની કિંમત 18.75 લાખ રૂપિયા છે.
નવી રેન્જમાં લોઅર વેરિઅન્ટમાં પણ ઘણી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. પ્યોર X વેરિઅન્ટથી 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન મળે છે, જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેનો સપોર્ટ છે. આ સિવાય ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ અને ઓટો ફોલ્ડિંગ ORVM પણ મળે છે.
હાયર વેરિઅન્ટમાં 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મલ્ટિપલ ડ્રાઇવ મોડ્સ, ફ્રન્ટ અને રિયર USB પોર્ટ અને કૂલ્ડ ગ્લોવબોક્સ આપવામાં આવ્યા છે. ઇન્ટિરિયર લાઇટર રાખવામાં આવ્યું છે, જેથી કેબિન વધુ ખુલ્લી લાગે. રિયર સીટ પેસેન્જરો માટે અલગ AC વેન્ટ્સ, રિયર આર્મરેસ્ટ અને રિક્લાઇનિંગ સીટ્સ મળે છે.
સેફ્ટી અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ કારમાં 360-ડિગ્રી કેમેરા, પેનોરેમિક સનરૂફ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર, રેન સેન્સિંગ વાઇપર, ઓટોમેટિક હેડલેમ્પ્સ જેવી સુવિધાઓ છે. સેફ્ટી માટે 6 એરબેગ્સ, EPS, હિલ-હોલ્ડ કંટ્રોલ, ABS, EBD અને રિયર પાર્કિંગ સેન્સર્સ છે.
એન્જિન વિકલ્પોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને આ રેન્જ ત્રણ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ રહેશે.