ગાંધીનગર: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા પરિણામ જાહેર થતાં સફળ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે.
ઉમેદવારો SEBની સત્તાવાર વેબસાઇટ https://sebexam.org/Form/printResult પર પોતાનો સીટ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકશે.
ઉલ્લેખનીય છે કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકોની નિમણૂક માટે યોજાયેલી TAT-HS પ્રિલિમ પરીક્ષામાં 70થી વધુ માર્ક્સ મેળવનારા 51,971 ઉમેદવારોએ ગત 8 ઑગસ્ટે મુખ્ય પરીક્ષા આપી હતી. આ પરીક્ષા રાજ્યના 279 કેન્દ્રો પર ચુસ્ત અને પારદર્શી વાતાવરણમાં લેવામાં આવી હતી.
પરીક્ષા બે સત્રમાં યોજાઈ હતી: પ્રથમ સત્ર સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી અને બીજું સત્ર બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી.
આ પરિણામથી શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા યુવાનોને પ્રોત્સાહન મળશે.