સત્ય. સાહસ. સંકલ્પ.

તરણેતર મેળામાં ભાવનગરની ભેંસ 'ભીલી' પ્રથમ, 10 લાખની ઓફર પણ ઠુકરાવી

તરણેતર મેળામાં ભાવનગરની ભેંસ 'ભીલી' પ્રથમ, 10 લાખની ઓફર પણ ઠુકરાવી

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં રાજ્યકક્ષાની પશુ પ્રદર્શન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની જાફરાબાદી ભેંસ 'ભીલી'એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તળાજા તાલુકાના ધારડી ગામના પશુપાલક ખાટાભાઈ બારૈયાની 2 વર્ષ અને 9 મહિનાની આ ભેંસને રાજ્ય સરકાર તરફથી ₹50,000નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

તરણેતર મેળામાં રાજ્યભરમાંથી ઉત્કૃષ્ટ ઓલાદના પશુઓ લાવવામાં આવ્યા હતા. ખાટાભાઈની 'ભીલી' ભેંસની શારીરિક બનાવટ, શુદ્ધ જાફરાબાદી લક્ષણો અને ચમક જોઈને નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા. શ્રેષ્ઠ દેખાવ બદલ તેને પ્રથમ ઇનામ મળ્યું, જેનાથી પશુપાલકોમાં આનંદનો માહોલ છે.

આ ઘટનાની સૌથી રસપ્રદ બાબત એ છે કે સ્પર્ધા દરમિયાન જ 'ભીલી'ની સુંદરતા અને ઓલાદ જોઈને એક ખરીદદારે તેને ખરીદવા માટે ₹9,99,999 (અંદાજે 10 લાખ રૂપિયા) રોકડની ઓફર કરી હતી. પરંતુ ખાટાભાઈએ પશુ પ્રત્યેના લગાવને કારણે આટલી મોટી રકમ હોવા છતાં વેચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

હાલ સમગ્ર ગુજરાતમાં પશુપાલકની આ હિંમત અને પશુ પ્રેમની સાથે 'ભીલી' ભેંસની સિદ્ધિની પ્રશંસા થઈ રહી છે.