ગુજરાતી ફિલ્મ 'તારી મારી લાગણીઓ'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. ટ્રેલરમાં કોલેજ જીવન અને યુવા પેઢીના સંબંધોને રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ પ્રેમ, દોસ્તી અને પરિવારના સંબંધોની સફરની વાર્તા છે, જેમાં વિવિધ લાગણીઓને વણી લેવામાં આવી છે.
ફિલ્મના દિગ્દર્શક શૈલેષ ચૌહાણ છે અને લેખક સુધીર ખારવા છે. ટ્રેલરમાં પ્રેમ, મિત્રતા અને પારિવારિક જોડાણ સાથે માતા-પિતા માટે મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો છે.
ફિલ્મમાં શુભમ પાટીલ, મુખી નિવેદિતા, તન્મય પોપટ, કરણ ગીરાસે, સિમિત ભાવસાર, સંચેત મોઢ અને હિતેશ વાઘેલા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ વાપીમાં થયું છે.
ફિલ્મ 30 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.