સત્ય. સાહસ. સંકલ્પ.

સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ: શું છે અને કેવી રીતે કરે છે કામ?

સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ: શું છે અને કેવી રીતે કરે છે કામ?

સ્વિચવર્ડ્સ અને સ્વિચકોડ્સ એ સુષુપ્ત મનને સક્રિય કરીને સકારાત્મક પરિવર્તન, ઇચ્છાઓની પૂર્તિ અને હીલિંગ લાવવા માટેના સાધનો માનવામાં આવે છે. જેમ સ્વિચ પડવાથી લાઇટ ચાલુ થાય છે, તેમ આ ચોક્કસ શબ્દો કે નંબરો બોલવાથી કે લખવાથી મનમાં ચોક્કસ ઊર્જા અને ફ્રીક્વન્સી સક્રિય થાય છે એવી માન્યતા છે.

સ્વિચવર્ડ્સ શું છે?

સ્વિચવર્ડ્સ એવા વિશેષ અંગ્રેજી શબ્દો છે જે સીધા તમારા સુષુપ્ત મન સાથે જોડાય છે. આ શબ્દો મનના નકારાત્મક અવરોધો દૂર કરીને ચોક્કસ વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે એમ કહેવાય છે.

આની શોધ પ્રખ્યાત સાયકોલોજિસ્ટ જેમ્સ ટી. મેંગને તેમના પુસ્તક 'The Secret of Perfect Living'માં રજૂ કરી હતી. જ્યારે તમે કોઈ સ્વિચવર્ડ બોલો છો, ત્યારે મનમાંથી શંકા કે ડર દૂર થાય છે અને ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત થાય છે એવું મનાય છે.

મુખ્ય જાણીતા સ્વિચવર્ડ્સ:

  • TOGETHER: સુષુપ્ત અને જાગૃત મનને જોડવા માટેનો માસ્ટર સ્વિચવર્ડ.
  • COUNT: પૈસા અને આર્થિક સમૃદ્ધિ આકર્ષવા માટે.
  • DIVINE: ચમત્કારિક પરિણામો અને આધ્યાત્મિક મદદ માટે.
  • FIND: નવી તકો, નોકરી કે ખોવાયેલી વસ્તુઓ શોધવા માટે.
  • CLEAR: નકારાત્મકતા અને મનના વિચારો સાફ કરવા માટે.

સ્વિચકોડ્સ શું છે?

સ્વિચકોડ્સ (હીલિંગ કોડ્સ) એ ચોક્કસ ગાણિતિક અંકોની શ્રેણી છે. આ પ્રકૃતિ અને બ્રહ્માંડની ઊર્જા ફ્રીક્વન્સી સાથે મેળ ખાય છે એવી માન્યતા છે.

ડૉ. ગ્રેગોરી ગ્રેબોવોય અને ડૉ. લોયડ જેવા સંશોધકોએ આ નંબરો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. બ્રહ્માંડમાં દરેક વસ્તુ ઊર્જા અને ફ્રીક્વન્સી પર ચાલે છે. જ્યારે તમે આ કોડ્સનો ઉપયોગ કરો છો, ત્યારે શરીર અને મનની ઊર્જા એ જ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થવા લાગે છે.

મુખ્ય જાણીતા સ્વિચકોડ્સ:

  • 520: અચાનક નાણાકીય લાભ માટે.
  • 741: સમસ્યાઓનો ત્વરિત ઉકેલ માટે.
  • 888 412 12890: પ્રેમ અને સંબંધો સુધારવા માટે.
  • 519 7148: આત્મવિશ્વાસ વધારવા માટે.

ઉપયોગ કરવાની રીતો:

  • ચેન્ટિંગ: શબ્દ કે કોડને દિવસમાં 28 કે 108 વાર મનમાં અથવા મોટેથી બોલો. ઉદાહરણ: 'TOGETHER-DIVINE-COUNT' અથવા '520-741'.
  • શરીર પર લખવું: ભૂરા કલરની પેનથી ડાબા હાથ પર કે ડાબી તરફના શરીરના ભાગ પર નંબર કે સ્વિચવર્ડ લખો.
  • વોટર ચાર્જિંગ: કાચના કે સ્ટીલના પાણીના ગ્લાસ/બોટલ પર કાગળની પટ્ટી પર નંબર લખીને ચોંટાડી દો. 5-10 મિનિટ પછી તે પાણી પી લો.
  • લેખન પદ્ધતિ: રોજ એક નોટબુકમાં 21 વાર આ શબ્દો કે નંબરો લખો.

ધ્યાનમાં રાખવાના નિયમો:

  • શ્રદ્ધા અને વિશ્વાસ: શંકા કે અવિશ્વાસ સાથે કરવામાં આવેલું ચેન્ટિંગ પરિણામ આપતું નથી.
  • ચોક્કસ ધ્યેય: ઉપયોગ કરતી વખતે મનમાં તમારો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ.
  • નિયમિતતા: ઓછામાં ઓછા 21 દિવસ સુધી સતત ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

લેખક: ડૉ. ઋતેષ આર. શાહ