સત્ય. સાહસ. સંકલ્પ.

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026: લખનઉ ટોપ પર, સુરત પાંચમું, દિલ્હી-મુંબઈ દૂર

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026: લખનઉ ટોપ પર, સુરત પાંચમું, દિલ્હી-મુંબઈ દૂર

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (સીપીસીબી) સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026ના પરિણામ જાહેર કર્યા છે. આ સર્વેક્ષણમાં દેશના વિવિધ શહેરોમાં હવાની ગુણવત્તા અને તેને સુધારવાના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો (કેટેગરી- I)માં ઉત્તરપ્રદેશનું લખનઉ 198 અંક સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. મધ્યપ્રદેશનું ઇન્દોર 197 અંક સાથે બીજા અને જબલપુર 195 અંક સાથે ત્રીજા સ્થાને છે. ભોપાલ અને આગ્રા સંયુક્ત રીતે ચોથા સ્થાને છે, જ્યારે ગુજરાતનું સુરત 191 અંક સાથે પાંચમા ક્રમાંકે છે.

આ કેટેગરીમાં દેશની રાજધાની દિલ્હી 172 અંક સાથે 21મા સ્થાને રહી છે. આર્થિક રાજધાની મુંબઈ 160 અંક સાથે 28મા સ્થાને છે. છત્તીસગઢની રાજધાની રાયપુર 189 અંક સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે દુર્ગ-ભિલાઈ 175.3 અંક સાથે 17મા નંબર પર છે.

3થી 10 લાખ વસ્તી ધરાવતા શહેરો (કેટેગરી- II)માં ઓરિસ્સાના રાઉરકેલાએ 198.5 અંક મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિરોઝાબાદ અને ગુંટૂર 195 અંક સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આ કેટેગરીમાં છત્તીસગઢના કોરબાનું 186.5 અંક સાથે 10મું સ્થાન છે. મધ્યપ્રદેશનું ગ્વાલિયર 157 અંક સાથે 30મા, સાગર 178 અંક સાથે 18મા અને ઉજ્જૈન 181.5 અંક સાથે 13મા સ્થાને રહ્યા છે.