સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત પોલીસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાને ગીરના રિસોર્ટમાંથી ઝડપી

સુરત પોલીસે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાને ગીરના રિસોર્ટમાંથી ઝડપી

સુરતની પુણા પોલીસે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ કરી છે. નયના કીર્તિ પટેલની સાથી છે અને છેલ્લા ત્રણ મહિનાથી ખંડણી તથા આઈટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતી ફરતી હતી. આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલમાં છે.

ડીસીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર, નયનાએ ધરપકડથી બચવા માટે મોબાઈલ બંધ કરી દીધો હતો અને ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ જેવા સ્થળોએ આશરો લઈ રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા પોલીસને માહિતી મળી કે તે ગુજરાત પરત ફરી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ છે. લોકેશન કન્ફર્મ થતાં જ રાતોરાત ટીમ મોકલીને તેને ઝડપી લેવામાં આવી.

નયના સામે 12 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને રાજુભાઈ પાસેથી નાણાં પડાવવાનું કાવતરું રચ્યું હતું. પત્નીનો વીડિયો વાયરલ ન કરવા બાબતે ધાકધમકી આપી તેમજ રેપ કેસના સેટલમેન્ટના નામે ₹12 લાખ સહિત દોઢ વર્ષમાં રાજુ ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

ગત જુલાઈમાં કીર્તિએ નયનાના સમર્થનમાં પુણા પોલીસ સ્ટેશન બહાર બૂમ-બરાડા કર્યા હતા. ગત 5 જૂનના રોજ કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોનમાં ગાળાગાળી કરી ધમકી આપી હતી કે 'હું તને જોઈ લઈશ.' આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી 'KIRTI NI MOJ5143' પરથી વીડિયો અને રીલ્સ બનાવી રાજુભાઈએ 250 છોકરીઓની જિંદગી બગાડી હોવાના આરોપો લગાવ્યા હતા. નયના બારૈયાએ પણ પોતાના આઈડી 'naina paliwal 0005' પર આ બદનક્ષીકારક વીડિયો સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરી ગુનાહિત કૃત્યમાં પૂરો સાથ આપ્યો હતો.

નયના ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. નયના સામે અગાઉ ભાવનગરમાં 6 ગુના નોંધાયેલા છે, જ્યારે સુરતમાં આ નવો કેસ છે. પુણા પોલીસે બંને આરોપીઓ સામે BNS ની ધારા 296(b), ખંડણી, માનહાનિ, ગુનાહિત ધમકી, ગુનાહિત ષડયંત્ર તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી બાદમાં રંગદારીની કલમ ઉમેરી હતી. નયના બારૈયા અગાઉ પણ પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થઈ ચૂકી છે અને તેની સામે ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશન, મારામારી અને એટ્રોસિટી સહિતના 6 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે સુરત શહેરનો આ નવો ગુનો છે.

અગાઉ 30 જુલાઈના રોજ જૂનાગઢ તરફથી કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. કીર્તિ પટેલ સામે અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ તોડ અને ખંડણીનો ગુનો નોંધાયેલો છે. સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને અભદ્ર મેસેજ વાયરલ કરવાની પ્રવૃત્તિઓને પગલે કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરાયું છે. હાલ રિમાન્ડ હેઠળ રહેલી નયના બારૈયાની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પહેલાં 14 નવેમ્બર, 2025ના રોજ એટ્રોસીટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને ભાવનગર પોલીસે શોધવા પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું હતું. જો કે પછી બાતમી મળતા SC-ST સેલ તત્કાલીન મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે પહોંચી હતી. આ સમયે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ, ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા પણ મળ્યો હતો. આમ નયના નાનજીભાઈ બારૈયાએ જ તેને ઘરમાં આશરો આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ નયના ચર્ચામાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

નયના હાઇફાઇ લાઇફ સ્ટાઇલ, મોંઘી ગાડી, ફેશનેબલ કપડાં અને સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની શોખીન હતી. ત્યારબાદ ફેબ્રુઆરી, 2026માં નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના આરોપ સાથે તળાજા તાલુકાના બોરડા ગામની વતની અને નયનાના પ્રેમીની પત્ની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, નયના બારૈયાએ પ્રેમીની પત્નીને કહ્યું હતું કે, 'રાજુ...'