સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રેસિડેન્ટ કપમાં સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સદી, MIG ક્રિકેટ ક્લબને 26 બોલ પહેલાં જીત

પ્રેસિડેન્ટ કપમાં સૂર્યકુમાર યાદવની ધમાકેદાર સદી, MIG ક્રિકેટ ક્લબને 26 બોલ પહેલાં જીત

મુંબઈમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે MIG ક્રિકેટ ક્લબ તરફથી કેપ્ટનશિપ કરતાં ટીમને શાનદાર જીત અપાવી છે. T20 ફોર્મેટમાં રમાયેલી આ મેચમાં MIG ક્રિકેટ ક્લબનો મુકાબલો મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબ સામે હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં MIG ક્રિકેટ ક્લબે મુસ્લિમ યુનાઇટેડને 26 બોલ બાકી રહેતા 5 વિકેટથી હરાવી દીધું હતું.

MIG ક્રિકેટ ક્લબને જીતવા માટે મુસ્લિમ યુનાઇટેડ તરફથી 20 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. MIG ક્રિકેટ ક્લબે આ ટાર્ગેટ માત્ર 15.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ રન ચેઝ દરમિયાન સૌની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યકુમાર યાદવે 3 ચોગ્ગાની મદદથી 10 બોલમાં 170ના સ્ટ્રાઇક રેટ સાથે 17 રન ફટકાર્યા હતા. તેમણે 5 સિંગલ લીધા અને 2 બોલ ડોટ રમ્યા હતા. તેમની વિકેટ જગદીશ ભાનુશાલી નામના બોલરે લીધી હતી.

MIG ક્રિકેટ ક્લબ તરફથી કોઈ પણ બેટ્સમેન 50 રનનો આંકડો વટાવી શક્યો નહોતો. ઓપનર કૌશિક ચિખલીકરે સૌથી વધુ 49 રન 204ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી માત્ર 24 બોલમાં બનાવ્યા હતા. જ્યારે શીશ શેટ્ટી 152.38ના સ્ટ્રાઇક રેટથી 21 બોલમાં 32 રન બનાવીને બીજા સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. MIG ક્લબ તરફથી સૂર્યકુમાર યાદવ બીજા સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેન રહ્યા.

આ અગાઉ 11 ઓક્ટોબરના રોજ રમાયેલી આ મેચમાં મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 153 રન નોંધાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન અને 8માં ક્રમે બેટિંગ કરવા આવેલા નદીમ શેખે સૌથી વધુ 42 રન માત્ર 19 બોલમાં 221.05ના તોફાની સ્ટ્રાઇક રેટ સાથે બનાવ્યા હતા. લાંબા સમય બાદ મુંબઈની લોકલ T20 ટુર્નામેન્ટમાં રમવા ઉતરેલા સૂર્યકુમાર યાદવે શાનદાર વાપસી કરી છે.