સત્ય. સાહસ. સંકલ્પ.

સૂર્યકુમાર યાદવે પરિવાર સાથે PM મોદીને મળ્યા, બાળકીએ ગાયું ભજન

સૂર્યકુમાર યાદવે પરિવાર સાથે PM મોદીને મળ્યા, બાળકીએ ગાયું ભજન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ પોતાના પરિવાર સાથે પ્રધાનમંત્રીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતમાં સૂર્યકુમારની પત્ની દેવિશા શેટ્ટી અને પુત્રી રિદ્ધિમા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્યકુમાર સાથે આવેલા બાળકો સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન એક બાળકીએ ભજન ગાઈને સંભળાવ્યું હતું. બાળકીનું ભજન સાંભળીને પ્રધાનમંત્રી ખૂબ ઉત્સાહિત થયા હતા અને તેમણે તાળી પાડીને બાળકીનો જુસ્સો વધાર્યો હતો.

સૂર્યકુમાર યાદવે આ મુલાકાત દરમિયાન T-20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો ગોલ્ડ મેડલ પહેર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ મેડલ હાથમાં લઈને નિહાળ્યો હતો.

પીએમ મોદીએ આ મુલાકાતનો એક વીડિયો પોતાના X હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે દિવાળીના માહોલમાં રામ અને સરયુનું આગમન થયું છે, જેનાથી દિવાળીનું વાતાવરણ વધુ પવિત્ર અને દિવ્ય બન્યું છે.