સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10થી વધુ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10થી વધુ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. DySP સહિતનો પોલીસ કાફલો લીંબડી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે અને હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને પક્ષના ઈજાગ્રસ્તો એક જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાથી પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

અથડામણ પાછળનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. ઘટના કેવી રીતે શરૂ થઈ અને તેમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ વિગતો જાહેર થશે.