સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટીની તપાસ: 80 કિલો વાસી ખોરાકનો નાશ, 10 પેઢીઓને નોટિસ

સુરેન્દ્રનગરમાં ફૂડ સેફ્ટીની તપાસ: 80 કિલો વાસી ખોરાકનો નાશ, 10 પેઢીઓને નોટિસ

સુરેન્દ્રનગરમાં દિવાળી પહેલાં ફૂડ સેફ્ટી વિભાગે મીઠાઈ, ફરસાણ અને નમકીનનું વેચાણ કરતી 60 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન 97 નમૂના લેવામાં આવ્યા હતા અને 80 કિલો વાસી તથા અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 171 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

નિયમોનું ઉલ્લંઘન કરતી 10 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ 40 ખાદ્ય પદાર્થોના નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે તમામ નમૂનાઓને વધુ પરીક્ષણ માટે ભુજ અને કચ્છની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચોટીલા અને લખતરના સરકારી અનાજના ગોડાઉનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. ડીમાર્ટ અને બ્લિંકિટ સહિત 10 શોપિંગ મોલ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળી દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.