સુરેન્દ્રનગરના ચોબારી રામપરા ગામની સીમમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ (ANF)એ દરોડો પાડીને મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં 130 લીલા છોડ સાથે અંદાજે 118 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 59 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
પોલીસે આ મામલે ખેડૂત સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આટલા મોટા પાયે ગાંજાની ખેતી થઈ રહી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન થવી ચોંકાવનારી બાબત છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બાતમીદાર નેટવર્ક પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
નશાના દ્રવ્યોની દેશમાં થતી હેરફેર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાધનને નશાના રવાડે ચડાવતા આવા કૌભાંડો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ANFની આ સફળતાએ વિસ્તારમાં નશાબંધી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.