સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સુરતના ઉધના વિસ્તારમાં જળ સંચયનો એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉધના ઝોનમાં 151 જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ બોરવેલ બનાવવામાં આવશે. આ કામ પર ₹2.04 કરોડથી વધુનો ખર્ચ થશે.
મંત્રી પાટીલે જણાવ્યું કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવું એ વડાપ્રધાનનો પ્રિય વિષય રહ્યો છે. આ બોરવેલથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને પાણીની ગુણવત્તા પણ સુધરશે. તેમણે કહ્યું કે સુરતે હંમેશા નવા રેકોર્ડ બનાવ્યા છે અને સેવાકીય કાર્યોમાં પણ અગ્રણી રહ્યું છે.
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. યુવા મોરચો રક્તદાન કરી રહ્યો છે, તો મહિલાઓ કુપોષણ સામેની લડાઈમાં જોડાઈ છે. કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે તાપી નદીના કિનારે અને ઘરે-ઘરે દીવો પ્રગટાવવાની અપીલ કરી છે.