સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ, સી.આર. પાટીલે લીલી ઝંડી આપી

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ, સી.આર. પાટીલે લીલી ઝંડી આપી

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા માટે સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવી સેવા સપ્તાહમાં છ દિવસ ચાલશે. તેનાથી બંને રાજ્યોના મુસાફરોને યાત્રા વધુ સુવિધાજનક બનશે.

ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડે છે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચે છે. આ સેવાથી શ્રીનાથજી જતા ભક્તો, તેમજ ગાંધીનગર સચિવાલય કે અન્ય કામ અર્થે જતા વેપારીઓ અને લોકોને ફાયદો થશે. પ્રવાસન અને વેપાર ક્ષેત્રને પણ વેગ મળશે.

પરત ફરતી વખતે, ટ્રેન ઉદયપુરથી સાંજે 3:30 વાગ્યે ઉપડે છે અને રાત્રે 8:00 વાગ્યે અમદાવાદ પહોંચે છે. આ ખાસ કરીને ગાંધીનગરથી પરત ફરતા મુસાફરો માટે લાભદાયી નીવડશે.

આ ઉપરાંત, વલસાડ અને સુરત વચ્ચે નવી દૈનિક મેમુ (MEMU) ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન વલસાડથી બપોરે 1:20 વાગ્યે ઉપડીને સાંજે 4:40 વાગ્યે સુરત પહોંચે છે. આ વધારાની સેવા દરરોજ અપ-ડાઉન કરતા હજારો મુસાફરોને સુવિધા પૂરી પાડશે અને તેમની યાત્રા સરળ બનાવશે.

આ બંને નવી રેલવે સેવાઓથી પ્રાદેશિક કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.