સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત RTO માં લાઇસન્સ-મોબાઇલ લિંક કરાવવા લોકો પરેશાન, 10 મિનિટના કામમાં 1.5 કલાકની રાહ

સુરત RTO માં લાઇસન્સ-મોબાઇલ લિંક કરાવવા લોકો પરેશાન, 10 મિનિટના કામમાં 1.5 કલાકની રાહ

સુરત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માં લાઇસન્સ સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબી કતારો અને કલાકોની રાહના કારણે અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે.

અરજદારોનો આક્ષેપ છે કે 10 મિનિટના કામ માટે તેમને દોઢથી બે કલાક રાહ જોવી પડે છે. કેટલાક લોકો ચોથી કે પાંચમી વાર RTO ના ધક્કા ખાઈ રહ્યા છે. મોબાઇલ નંબર અપડેટ કરવા માટે લેખિત અરજી આપવાની ફરજ પાડવામાં આવે છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.

બીજી તરફ, RTO અધિકારીઓનું કહેવું છે કે સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે અને કોઈ સમસ્યા નથી. તેમની દલીલ છે કે જે અરજદારોના લાઇસન્સ અને આધાર કાર્ડમાં નામ કે સરનામું મેળ ખાતું નથી અથવા જૂનો મોબાઇલ નંબર છે, તેમને OTP સંબંધી તકલીફ પડે છે. તહેવારો નજીક હોવાથી ટ્રાફિક પણ વધ્યો છે એમ તેમણે જણાવ્યું.