સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે 'સમાધાન પંચ'ની રચના કરી છે. આ પંચનો હેતુ છૂટાછેડા, મિલકત વિવાદો અને અન્ય સામાજિક પ્રશ્નોને કોર્ટ સુધી પહોંચતા પહેલાં પરસ્પર ચર્ચા અને સમજૂતી દ્વારા ઉકેલવાનો છે.
પંચ માટે 11 સભ્યોની ખાસ કમિટી બનાવવામાં આવી છે, જેમાં મહિલા આગેવાનો, અનુભવી વકીલો, સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને નિવૃત્ત પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. પાટીદાર સમાજના અગ્રણી જગદીશ ખૂંટને આ પંચના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરથી આ સમાધાન પંચ સત્તાવાર રીતે કાર્યરત થશે. પંચની બેઠકો દર સોમવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી યોજાશે, જ્યારે અરજીઓ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
આ પ્રયાસથી સમાજના સભ્યોને ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.