સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત મનપામાં ભજીયા કાંડ: 130 કિલો ભજીયા પાછળ ₹1 લાખનો ખર્ચ, વિરોધ

સુરત મનપામાં ભજીયા કાંડ: 130 કિલો ભજીયા પાછળ ₹1 લાખનો ખર્ચ, વિરોધ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે ભજીયાની મિજબાનીને લઈને વિવાદ સર્જાયો છે. દિવાળી પહેલાં યોજાયેલી આ સભામાં 130 કિલો ભજીયાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેના પર મનપાએ અંદાજે ₹1 લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપ થયા છે.

આ ભજીયા પ્રતિ કિલો ₹750ના ભાવે ખરીદવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે બજાર ભાવ ₹800 પ્રતિ કિલો છે. આ ખર્ચને લઈને સત્તાધીશો પર ગંભીર સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે, એક તરફ શહેરના નાગરિકો રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામેો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મનપાના પદાધિકારીઓ સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ ઘટનાથી સુરતીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રજાના પરસેવાની કમાણી આડેધડ વેડફવાના આ કિસ્સાની સંપૂર્ણ તપાસ અને જવાબદારી કોણ લેશે તે જોવું રહ્યું.