સુરતની લાજપોર જેલમાંથી ફરી ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ફોન જેલની પાણીની પાઈપલાઈનમાંથી મળ્યા હતા. આ ઘટના સાથે છેલ્લા 15 દિવસમાં જેલમાંથી મળેલા મોબાઈલ ફોનની સંખ્યા 22 થઈ ગઈ છે.
ડીજીપીની કાર્યવાહી બાદ પણ જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ હોવાનું ઉજાગર થયું છે. જેલની સુરક્ષા વ્યવસ્થા અંગેના દાવાઓ સામે પ્રશ્નો ઉઠ્યા છે. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.