સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના કોસાડમાં ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન, ભૂમાફિયાઓને ચેતવણી

સુરતના કોસાડમાં ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન, ભૂમાફિયાઓને ચેતવણી

સુરત શહેરના કોસાડ આવાસના H-2 વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને સરકારી જમીન પરના દબાણો સામે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

ડિમોલિશન દરમિયાન નાયબ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની માહિતી મળી હતી, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને તંત્રએ સંકલન સાથે આ કાર્યવાહી કરી હતી.

તંત્રએ ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સરકારી જમીનને દબાણમુક્ત કરાવવાનો અને કાયદાનું પાલન કરાવવાનો છે.