સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

સુરત: ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

સુરતમાં ભાજપના યુવા નેતા જય દલાલ હત્યા કેસમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર જયેશ પાટીલને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર ક્રાઈમ બ્રાંચ લઈ જઈ રહી હતી. તે દરમિયાન બુઢાણા ગામ નજીક આરોપીએ ઉલટી અને લઘુશંકાનું બહાનું કાઢીને પોલીસની ગાડી રોકાવી હતી. ગાડી રોકાતાં જ તેણે પીએસઆઈ શૈલેષ દુબેનું સર્વિસ વેપન આંચકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પગમાં ગોળી વાગતાં જયેશને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આરોપી જયેશ પાટીલ સામે હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટ સહિત 35થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 10 જેટલા અતિ ગંભીર ગુના પણ સામેલ છે.