સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ગણેશ વિસર્જન: હજીરા ખાતે 17 ફૂટની મૂર્તિ ક્રેનથી વિસર્જિત, હર્ષ સંઘવી ઉપસ્થિત

સુરતમાં ગણેશ વિસર્જન: હજીરા ખાતે 17 ફૂટની મૂર્તિ ક્રેનથી વિસર્જિત, હર્ષ સંઘવી ઉપસ્થિત

સુરતમાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ ચરમસીમા પર છે. હજીરા પોર્ટ ખાતે 17 ફૂટથી ઊંચી વિશાળ ગણેશ પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન કરવામાં આવ્યું. આ ભવ્ય દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હજીરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિસર્જન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું અને ભક્તોના ઉત્સાહમાં વધારો કર્યો.

સુરતમાં કુલ 21 કૃત્રિમ અને 3 કુદરતી ઓવારા પરથી અંદાજે 90,000 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10,000 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ફાયર વિભાગની ટીમ પણ સતત તૈનાત છે.

ક્રેનની મદદથી વિશાળ મૂર્તિઓને સુરક્ષિત રીતે પાણીમાં પધરાવવામાં આવી હતી. ભક્તો ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે બાપ્પાને વિદાય આપી રહ્યા છે.