સુરતના મોટા વરાળા વિસ્તારમાં આવેલ ગોલ્ડન સિટી રો હાઉસ ખાતે એક ઈ-વ્હિકલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ આગ ફેલાતાં પાર્કિંગમાં ઉભેલી 4 કાર અને 3 બાઈક સહિત કુલ 7 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
હાલ તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.