સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક જ પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર, મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતા ભાડાના વિવાદમાં દીકરાએ પોતાની માતા અને નાના ભાઈને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ આરોપી દીકરાની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.
આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ.