સુરત ક્રાઈમ બ્રાન્ચે 1997માં મહિધરપુરા વિસ્તારમાં થયેલી હથિયારબંધ હીરા લૂંટના કેસનો ભેદ ઉકેલ્યો છે. આ લૂંટમાં દોઢ લાખ રૂપિયાના હીરા ચોરાયા હતા. આરોપી તે સમયે 44 વર્ષનો હતો અને ઘટના બાદ તરત જ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો. ત્રણ દાયકા સુધી તે કાયદાની પહોંચથી દૂર રહ્યો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની સતત તપાસ બાદ આખરે 73 વર્ષની ઉંમરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા હતા. 30 વર્ષ પછી પણ કેસ ઉકેલીને પોલીસે ગુનેગારોને સંદેશ આપ્યો છે કે કાયદાનો હાથ લાંબો છે અને ગુનેગાર સુધી પહોંચે જ છે.